Pages

Search This Website

Tuesday, April 26, 2022

જાણો, પાણી ક્યારે પીવું ? ક્યારે ન પીવું ? કેવું પીવું ? કેટલું પીવું ? કેવી રીતે પીવું ?

 આપણાં શરીરના દરેક અંગને વ્યવસ્થિત રીતે કામ કરવા માટે પાણીની જરૂર પડે છે. વ્યક્તિને આખો દિવસ કોઈ પણ પ્રકારનો ખોરાક લીધા વગર રહી શકે છે પણ પાણી પીધા વગર નથી રહી શકતા. પાણી આપણાં શરીર આટલું જરૂરી હોવાથી આપણે તેની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું આવશ્યક થઈ છે.

પાણી કેટલું પીવું ?
આખા દિવસ માં પાણી પીવાની માત્ર વ્યક્તિના આકાર, કદ અને વજન ઉપર નિર્ભર હોય છે. રોજ શરીર માથી પેશાબ, મળ અને પરસેવા રૂપે પાણી ઓછું થતું રહે છે, આવી રીતે દરરોજ આપના શરીર માથી 2 થી 3 લિટર પાણી બહાર કાઢી નાખીએ છીએ. સામાન્ય પુરુષે એક દિવસમાં 2.5 થી 3.5 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. અને મહિલાઓને 2 થી 3 લિટર પાણી પીવું શરીર માટે સારું ગણવામાં આવે છે. જો તમે કસરત કરતાં હોય, અને ગરમીના વાતાવરણમાં થોડી પાણી વધારે પીવું જોઈએ. આપણે પાણી યોગ્ય માત્રમાં પીએ છીએ કે નહીં, તે નક્કી કરવા આપના પેશાબનો કલર, જો પીળા રંગનો છે તો મતલબ કે, તમે પાણી યોગ્ય માત્રમાં નથી લઈ રહ્યા, અને જો પેશાબનો રંગ પાણી કલરનો, આવે છે તો મતલબ કે તમે યોગ્ય માત્રમાં પાણી લઈ રહ્યા છો.

પાણી ક્યારે પીવું ?
પાણી ક્યારે પીવું જોઈએ એના કરતાં ક્યારે ન પીવું જોઈએ એ વધારે ધ્યાન આપવા જેવી બાબત છે. કેમ કે ખોટા સમયે પાણી પીવાથી આપણાં શરીર પર સૌથી વધારે ખરાબ અસર પડે છે. સવારે ઉઠતાની સાથે શરૂઆત ચા-કોફી કે નાસ્તાના બદલે પાણી પીવાથી કરવી જોઈએ. સવારે બ્રશ કર્યા વગર જ 2-3 ગ્લાસ પાણી પીવું જોઈએ. આવી રીતે પાણી પીવાથી આપણાં પેટ અને આંતરડાની સારી રીતે સફાઈ થાય છે. અને આખી રાતની મોમાં એકઠી થયેલી લાળ પણ પેટમાં જાય છે અને આયુર્વેદ માં આ લાળને સોનાથી પણ વધારે કીમતી કહેવામા આવી છે જે સવારે ઊઠીને પહેલા પાણી પીવાથી એ લાળ સીધી પેટમાં જાય છે. 1 ગ્લાસ સવારે નાસ્તો કર્યા ના એક કલાક બાદ, 1 ગ્લાસ દિવસે જમવાના 40 મિનિટ પહેલા અને 1 ગ્લાસ જમવાના 40 મિનિટ બાદ અને 2 ગ્લાસ સાંજે ના સમયે 1-1 કલાક ના અંતરાલ માં અને 1 ગ્લાસ રાતે જમવાના 40 મિનિટ પહેલા અને 1 ગ્લાસ જમવાના 40 મિનિટ બાદ પીવું જોઈએ.


પાણી ક્યારે ન પીવું જોઈએ ?
ક્યારેય પણ જમવા બેસતા પહેલા અને જમ્યા પછી તરત પાણી ન પીવું કેમ કે એવું કરવાથી ખોરાક પાતળો થઈ જાય છે અને જલ્દી થી પચતો નથી. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ખોરાક પેટમાં જાય એ ખોરાક સાથે પાચક રસ મળીને ખોરાકનું પાચન કરે છે. જમીને તરત પાણી પીવાથી ખોરાક ઠીક રીતે પચવાને બદલે સદવા લાગે છે અને ગૅસ બનવા લાગે છે. તેના લીધે સમય જતાં પેટ, સાંધા અને માથાનો દુખવાની સમસ્યા થવા લાગે છે. પેટમાં ખાવાનું પચતું નથી તેનાથી સૌથી મોટી સમસ્યા એસિડિટીની થાય છે. જે લોકો જમ્યા પછી તરત પાણી પી લેતા હોય છે તેને લાંબો સમય સુધી પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા રહે છે. લાંબો સમય સુધી પેટનું જમવાનું નહીં પચવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે અને એ શરીર માં યુરિક ઍસિડની માત્રા માં વધારો કરે છે એટલે જમ્યા પછી તરત પાણી ના પીવું. જમી લીધા ના 45 મિનિટ બાદ જ પાણી પીવું. જો જરૂર લાગે તો જમ્યા પછી ફક્ત 1 કે 2 ઘૂંટ જ પાણી પીવું. જમ્યા બાદ તમને પાણી પીવાની જરૂર લાગે તો પાણી ની જગ્યા એ છાસ, લીંબુનું પાણી અને ફલોનું જ્યુસ પી શકો છો. ચા-કોફી પીધા ના તરત બાદ પાણી ના પીવું જોઈએ.


પાણી કેવી રીતે પીવું ?
પાણી એ રીતે પીવું જોઈએ જે રીતે આપે ચા કે કોફી પીએ છીએ મતલબ કે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું જોઈએ. આ પાણી પીવાની સૌથી આદર્શ રીત છે જે લોકો આ રીતે પાણી પીવાની આદત રાખે છે એમના શરીર માં ક્યારેય કોઈ બીમારી નથી આવતી. આવી રીતે પાણી પીવાથી પાણીની સાથે મોઢાની લાળ પણ અંદર જાય છે અને આ રીતે સવારના સમયે સૌથી વધારે ફાયદાકારક રહે છે. ક્યારેય પણ જલ્દી જલ્દી પાણી ના પીવો અને એક સાથે વધુ માત્રમાં પાણી ના પીવું. હમેશા પાણી બેઠા બેઠા જ પીવું ક્યારેય પણ ચાલતા ચાલતા કે ઊભા ઊભા પાણી ના પીવું કેમ કે આવું કરવાથી પાણી શરીર માં ઝડપથી પ્રવેશ કરે છે અને આવું કરવાથી એ પોતાની સાથે ઘણી બધી ગૅસ ને પણ સાથે શરીરમાં લઈ લે છે.


કેવું પાણી પીવું ?
ગમે તેટલી ગરમી પડતી હોય ક્યારેય પણ ફ્રિજનું ઠંડુ પાણી કે બરફનું પાણી ના પીવું. હમેશા સામાન્ય તાપમાનનું પાણી જ પીવું. લોકોને લાગે છે કે ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી પેટમાં ઠંડક થાય છે પણ એવું નથી. ઠંડુ પાણી આપણાં પેટમાં જાય છે ત્યારે એ ઠંડુ હોય છે પણ થોડા સમય બાદ એ ખૂબ જ ગરમ થઈ જાય છે એ શરીર ને ઠંડુ કરવાને બદલે ગરમ કરવા લાગે છે. જે લોકો હમેશા ઠંડુ પાણી પીવે છે એમના શરીર માં ખોરાક ની સાથે પાણી પણ સારી રીતે નથી પચતું. તેના લીધે માથાનો દુખાવો, કબજીયાત અને પેટના દુખવાની સમસ્યા થવા લાગે છે.

No comments:

Post a Comment

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

News